Satya Tv News

May 4, 2023 #GUJRAT, #KARJAN

કરજણ:પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર અને લક્ક્ડચોર વીરપ્પનો વિરૂદ્ધ ભારે રોષ વ્યાપ્યો

કરજણમાં તંત્રના છુપા આશીર્વાદ સાથે ભારે રોષ વ્યાપ્યો
લક્ક્ડચોર વીરપ્પનો બેફામ બનતાં રોષ વ્યાપ્યો
હરિયાળું બનાવવાના સપના કરી રહ્યાં છે ચકનાચુર
તંત્રના ડર વિના લીલાંછમ વૃક્ષોનું નિકંદન

કરજણ પંથકમાં તંત્રના છુપા આશીર્વાદ સાથે લક્ક્ડચોર વીરપ્પનો બેફામ બનતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

YouTube player

એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી વૃક્ષારોપણ કરી,કરાવી પર્યાવરણનું જતન કરવા લોકોને અપીલ પણ કરી રહી છે.તો બીજી તરફ લક્ક્ડચોર વીરપ્પનો ધોળા દિવસે કોઈપણ પ્રકારના તંત્રના ડર વિના લીલાંછમ વૃક્ષોનું નિકંદન કરી ગુજરાત ને હરિયાળું બનાવવાના સરકારના સપનાને ચકનાચુર કરી રહ્યાં છે.જેનો ઉત્તમ પુરાવો હાલ કરજણ તાલુકાના ખાંધા થી હાંદોડ જવાના મુખ્ય માર્ગ પર લક્ક્ડચોર વીરપ્પનો દ્વારા કરવામાં આવતું વૃક્ષોનું નિકંદન છે.પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ખાંધા થી હાંદોડ જવાના માર્ગ પર ધોળા દિવસે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે .જે અંગેની ચર્ચા વાયુવેગે સમગ્ર કરજણ પંથકમાં પ્રસરી ગઈ છે.પરંતુ મહાત્મા ગાંધીજીના ત્રણ વાદળાંની જેમ બહેળું, આંધરુ અને મૂંગું બનેલ કરજણ ના તંત્ર સુધી વૃક્ષ નિકંદન ની વાત પહોંચી ન હોય તે શક્ય નથી.જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર અને લક્ક્ડચોર વીરપ્પનો વિરૂદ્ધ ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: