સુરત:પોલીસ આગળ કરી બળજબરી પૂર્વક ગેરકાયદેસર રીતે કામ કરાતું હોવાનું ખેડૂતોનો આક્ષેપ
સુરતમાં રોડની કામગીરી શરૂ કરાવી
ખેડૂતોના વિરોધ વચ્ચે કામ શરૂ
ગેરકાયદેસર રીતે કામ કરાતું હોવાના આક્ષેપ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખેડૂતોની પોલીસ સમક્ષ આજીજી
સુરત આજરોજ એક્સપ્રેસ હાઈવેને અધિકારીઓએ સવારથી જ રોડની કામગીરી શરૂ કરાવી હતી.ખેડૂતોના વિરોધ વચ્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે.
સુરત-ભરૂચ જિલ્લાના બોર્ડર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ભરૂચના ઉટીયાદરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, છેલ્લા ઘણા સમયથી એક્સપ્રેસ હાઈવે નું કામ બંધ પડ્યું હતું વળતર માટે ખેડૂતોએ કોર્ટમાં અપીલ કરી છે જેને પગલે કામ બંધ હતું, યોગ્ય વળતર ન મળતા હાલ ખેડૂતોએ કામ અટકાવ્યું હતું. જોકે આજરોજ એક્સપ્રેસ હાઈવે ને અધિકારીઓએ સવારથી જ રોડની કામગીરી શરૂ કરાવી હતી. ખેડૂતોના વિરોધ વચ્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અમુક ખેડૂતોને વિરોધ પૂર્વજ હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે હજી પણ ઘણા ખેડૂતો રોડ પર આવી ચુક્યા છે અને પોતાની જમીન નું યોગ્ય વળતર ની માંગ કરી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત ઉટિયાદરા ગામના ખેડૂતો થયા છે. ખેડૂતોની પોલીસ સમક્ષ આજીજી કેસ કોર્ટ માં છતાં કામગીરી કેમ કરવામાં આવી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત