ડભોઇ જુના ગાયકવાડી સ્ટેટ વિસ્તારના છોકરાઓ માટે ઓપન સિલેક્શન ST ડેપોની બાજુમાં રખાઈ
ડભોઇ ક્રિકેનું ઓપન સિલેક્શન રાખ્યું
ઓપન સિલેક્શન ST ડેપોની બાજુમાં રાખ્યું
જુના ગાયકવાડના છોકરાઓ માટે રાખ્યું
વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ડભોઇ તાલુકાના જુના ગાયકવાડી સ્ટેટ વિસ્તારના છોકરાઓ માટે ઓપન સિલેક્શન તારીખ 3/5/ 2023 બુધવારે સવારે આઠ વાગ્યાથી ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ એસટી ડેપો ની બાજુમાં રાખવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યવર્ગના છોકરાઓ ક્રિકેટ ખેલમાં સિલેક્શન થઈ અને આગળ વધે તે માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જીગર જોશી સંજય સાવંત નંદન સાવંત તથા યોગેન્દ્ર નાકા સ્કર વિગેરે હાજર રહ્યા હતા. જેમાં અંડર ચૌદ તારીખ 1/9 /2009 તથા અંડર સોળ તારીખ 1 /9 /2007 તેમજ અંડર 19 તારીખ 1/ 9/ 2004 અને અંદર 23 તારીખ 1/9/2000 પછી જન્મેલા છોકરાઓ ભાગ લીધો હતો. સિલેક્શન માં ભાગ લેનાર છોકરાઓ ક્રિકેટ યુનિફોર્મમાં અને ક્રિકેટની કીટ સાથે લઈને 150 ઉપરાંત સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં કેટલા છોકરાઓનું સિલેક્શન થશે નું જાણવા મળે છે
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ