ડભોઇ વેગા ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામ સર્જાયો
ડભોઇ વેગા ચોકડી ખાતે ટ્રાફિક જામ
વાહનોની લાંબી કતારો લાગી
ભારી જહેમત બાદ ટ્રાફિકને ખુલ્લું કરાયું
સલામતી માટેના સાઈન બોર્ડ લગાવ્યા
પોલીસના જવાનો દ્વારા ટ્રાફિકને હળવું કરાવ્યું
ડભોઇ વેગા ચોકડી ખાતે વાહન ચાલકો વહેલા નીકળી જવાની લાયમાં જેમ તેમ પેસી જતા લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ડભોઇ વેગા ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.સાથે વાહનોની લાંબી કતારો લાગી હતી.જ્યારે ડભોઇ પોલીસ ઘટના સ્થળે આવી ભારી જહેમત બાદ ટ્રાફિકને ખુલ્લું કરાયું હતું.આજના ખાસ જમાનામાં કોઈ વ્યક્તિ કે કોઈ પણ વાહન ચાલક થોડી ક્ષણો માટે પણ ઉભા રહેવા તૈયાર નથી તે પછી શહેર હોય ગામડું હોય કે પછી હાઇવે રોડ હોય વાહન ચાલકો રોંગ સાઈડ અથવા ફૂટપાથ પર રહી નીકળી જવાની લાયમાં કા તો અકસ્માત કરી બેસે છે કાં તો ટ્રાફિકની સમસ્યા ઉદભવતા હોય છે. જ્યારે તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપર જગા જગા સલામતી માટેના સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ વાહન ચાલકો દ્વારા તેની પણ અવગણના કરી સમય બચાવવાની લાયમાં પોતાના મહામુલાજીવનને ખતરામાં નાખતા હોય છે તેવામાં આજરોજ વેગા ચોકડી ખાતે પણ આવી જ ઉતાવળના કારણે વાહન ચાલકો જેમ તેમ પેસી જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ડભોઇ પોલીસ ના જવાનો દ્વારા ટ્રાફિકને હળવું કરી રાબેતા મુજબ ચાલુ કરાવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ