કરજણ:ધનોરા ગામના રહીશો દ્વારા કરજણ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરાઈ
કરજણ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરાઈ
ધનોરા ગામના રહીશો દ્વારા ફરિયાદ કરાઈ
સરકારી કોતર પરના દબાણ દૂર કરવા ફરિયાદ
કોતરમાંથી 6થી7 ગામમાં પાણીનો નિકાલ
કોતર ઉપરનું દબાણ દૂર કરવા માંગ કરી
કરજણ તાલુકાના ધનોરા ગામે સરકારી કોતરમાં દબાણ કરી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરનાર માથાભારે ઈસમો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરકારી કોતર ઉપર કરાયેલ દબાણ દૂર કરવા માટે ધનોરા ગામના ઇન્દિરા આવાસના રહીશો દ્વારા કરજણ મામલતદાર ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
કરજણ તાલુકાના ધનોરા ગામની પશ્ચિમ દિશામાં માછલી કોતર આવેલી છે.આ કોતરમાંથી આશરે 6 થી 7 ગામનું વરસાદી પાણીનો નિકાલ થાય છે.તેની નજીક જ સરકાર દ્વારા નિર્માણ કરાયેલ ઇન્દિરા આવાસો આવેલી છે.તેની દક્ષિણ દિશામાં આવેલ સર્વે નંબર આશરે 5 વર્ષ પહેલાં વેચાણ થયો હતો.જે બાદ કેટલાંક માથાભારે ઈસમોએ ગેરકાયદેસર માટી પુરાણ કરી ને તેની ચારે તરફ પાક્કો RCC કોટ કરીને માછલી કોતર પુરી દેવામાં આવી છે.જેના કારણે ગામમાં મૈયત થાય તો અંતિમ વિધિ કરવા માટે સ્મશાને જવા માટે પણ ગામલોકોને ભારે હાલાકી પડે છે.આ ઉપરાંત ચોમાસા દરમિયાન અવાર નવાર ઘરોમાં વરસાદી પાણી ઘુસી જવાની ઘટનાઓ બનતી રહે છે.જેના કારણે ત્રાહિઆમ પોકારી ઉઠેલાં ઇન્દિરા આવાસના રહીશોએ જિલ્લા કલેક્ટર ને લેખિતમાં ફરિયાદ કરી કોતરમાં ગેરકાયદેસર દબાણ કરી વરસાદી પાણી ના નિકાલમાં અવરોધ ઉભો કરનાર માથાભારે ઈસમો સામે તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવા તેમજ સરકારી કોતર ઉપરનું દબાણ દૂર કરવા માંગ કરી હતી.
વિડીયો જર્નાલીસત નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ