લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવે બધાને ચોંકાવી દીધા છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750 રૂપિયાએ પહોંચ્યો છે.
- આજે પણ વધ્યા સોનાના ભાવ
- સતત બીજા દિવસે ભાવ વધારો
- સોનાનો ભાવ 63 હજાર 715ને પાર
આજે પણ સોનાના ભાવમાં તોફાની તેજી યથાવત છે. સતત બીજા દિવસે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 63 હજાર 715ને પાર થયો છે. 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750એ પહોંચ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ દિવસોમાં સોનાનો ભાવ 70 હજારને પાર કરી શકે છે. જ્યારે ચાંદીના ભાવ રૂ.85 હજાર થઈ શકે છે.
સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. આજે 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750 રૂપિયાએ પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 79,500 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે. આંતરરાષ્ટ્રીય બજારની ભારતીય બજાર પર અસર થઈ છે.
અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદમાં 22 કેટેર સોનાના એક ગ્રામનો ભાવ 5,725 ચાલી રહ્યો છે. જ્યારે 10 ગ્રામનો ભાવ 57,250 રૂપિયા છે. ગઈકાલે 22 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 57,050 રૂપિયા હતી. 24 કેરેટની વાત કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટનો ભાવ 6,245 રૂપિયા પ્રતિ ગ્રામ બોલાઈ રહ્યો છે. તો 10 ગ્રામનો ભાવ 62,450 રૂપિયા છે.
એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થવાના ભણકારા વાગી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના દાગીના 22 કેરેટ ગોલ્ડમાં કરાવવામાં આવતા હોય છે ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 58,000ની આસપાસ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં નોંધાતા વધારા વચ્ચે આજના ભાવ આસમાનને આંબી જતા રોકાણકારો મૂંઝાયા છે. સાથે રેગ્યુલર ખરીદી કરતાં લોકોએ પણ સોનું ખરીદવાનું માંડી વાળ્યું છે! હાલની સ્થિતિએ વિશ્વ બજારમાં ચાલતા સખળડખડ વચ્ચે સોનાને રોકાણ માટે સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેને લઈને રોકાણકારો સોના તરફ વળ્યા છે આથી સોનાના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે.