Satya Tv News

પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત નિપજ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ યુવતીએ પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે નોંધાવી છે. અંધશ્રધ્ધામાં માનતા સાસુ પુત્ર જન્મની આશામાં દવા ફેંકી દેતા તેમજ માસી સાસુ દ્વારા આપવામાં આવતા ઉપાયો કરતા હતા. પતિ સહિતના સાસરિયાંની દહેજની માંગણી, અંધશ્રધ્ધા અને મારઝૂડથી ત્રસ્ત યુવતીને ઘરેથી કાઢી મુકવામાં આવતા પિયરમાં રહેવા આવી ગઈ હતી. 

આંબલીમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ શિવમ રાણા, સાસુ, બે દિયર, માસી સાસુ સહિતના લોકો વિરૂદ્ધ દહેજની માંગણી, મારઝૂડ, અંધશ્રધ્ધાને કારણે દવા ન લેવા દઈ બે બાળકોના ગર્ભમાં મૃત્યુ પામે તેવું કૃત્ય કરવા અંગેના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીના લગ્ન ૨૦૧૯માં હરિયાણા ખાતે રહેતાં શિવમ રાણા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ મારઝૂડ કરતો સગા સબંધીઓ સાથે વાત કરવા પર પ્રતિબંધ મુકી તેઓના નંબર બ્લોક કરાવી દીધા હતા. પહેલી પ્રેગન્નસી વખતે સાસુએ માસી સાસુની સલાહ મુજબ ડૉકટર પાસે જવાની કે દવા લેવાની ના પાડી દેશી ઈલાજ કરવાની વાત કરી હતી. જેના કારણે ગર્ભમાં બાળકનું મોત થયું અને એબોર્શન કરાવવું પડયું હતું. આ જ રીતે બીજી પ્રેગન્નસી વખતે પણ સાસરિયાંઓએ દેશી ઈલાજની પધ્ધતી અપનાવી તેમજ પતિએ પત્નીને પેટ તેમજ ગુપ્ત ભાગે લાતો મારતા બીજી વાર એબોર્શન કરાવવું પડયું અને બાળક મૃત જન્મયું હતું. દિયરો પણ વાંઝણી કરી મહિલાને મેણાં મારતા હતા.આરોપીઓ તહેવારમાં સોનું અને ૧૧ કિલો મિઠાઈ, કપડાં વગેરે પિયરમાંથી મંગાવવા યુવતી પર દબાણ કરતા હતા. 

error: