સુરતમાં દત્તાશ્રયની પાલખીનું ભવ્ય આયોજન
દત્તાશ્રય પરિવાર દ્વારા કરાવ્યું
ગુરુ મહારાજનું પાદુકા પૂજન થયું
દત્ત ભજનોની ભક્તિ વરસાવી
યાત્રાઓએ ભેગા મળી ઉત્સવ ઉજવ્યો
સુરતમાં રવિવારના રોજ દત્તાશ્રય પાલખી યાત્રાનું ભવ્ય આયોજન ભાવિન પંડ્યા મનન પંડ્યા તથા દત્તાશ્રય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરતમાં દત્તાશ્રય પાલખી યાત્રાનું ભવ્ય આયોજન દત્તાશ્રય પરિવાર દ્વારા કરાવમાં આવ્યું હતું .જેમાં સવારે ૧૦:૦૦ કલાકે દત્તાશ્રય ધામે ગુરુ મહારાજનું પાદુકા પૂજન થયું હતું. અને પાલખી યાત્રા બપોરે ૩:૦૦ કલાકે દત્ત મંદિર કોસંબાથી પ્રારંભ થઈ સાંજે ૭:૦૦ કલાકે દત્તાશ્રય ધામ પહુંચી . ભવ્ય પાલખી યાત્રા ઢોલ, નગારા, તાશા, લેઝીમ તથા અન્ય વજીંત્રોથી સજ્જ તથા સૌ ભક્તોના લોક લાડીલા ગાયક ચિંતન પટેલ પણ પોતાના દત્ત ભજનોની ભક્તિ વરસાવી..ત્યારબાદ દત્તાશ્રય ધમે સાંજે ૭:૩૦ કલાકે ૧૧૦૦૦ દીવાઓથી દત્ત આરતી કરવામાં આવી. કોસંબા આજુ બાજુના લગભગ ૧૫-૨૦ ગામો આ ભવ્ય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે જે સનાતન ધર્મની જાગૃતિ માટે ખૂબ સરહાનીય છે. સૌ દત્ત ભક્તોને આમંત્રણ સહ વિનંતી કે આપ આ પાલખી યાત્રામાં પધારો અને ગુરુ મહારાજની ભવ્ય નગર યાત્રાઓએ ભેગા મળી ઉત્સવ ભેર ઉજવ્યો .
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત