નેત્રંગમાં રક્તદાન કેમ્પનું આયોજન
ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા કેમ્પ યોજાયો
કેમ્પમાં કુલ ૭૯ બોટલ રક્ત એકત્ર થયું
નૈતિક ફરજ સમજીને રક્તદાન કરવું
રક્તદાતાઓનો આભાર માન્યો
નેત્રંગમાં આજ રોજ ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ના સહયોગથી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ સરકારી હોસ્પિટલ ખાતે ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પનો સમય સવારે ૯ થી બપોરના ૧૨ નો રાખવામાં આવેલ હતો.સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સહયોગ આપ્યો હતો. આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા હતા. આજના આ રક્તદાન કાર્યક્રમમાં કુલ …બોટલ રક્ત એકત્ર થયું હતું. ઉલ્લેખનીય છેકે વિવિધ બિમારીઓ ધરાવતા દર્દીઓમાં લોહીની ઉણપ હોય ત્યારે લોહીની આ ઉણપ પુરી કરવા તેઓને લોહી ચઢાવવું પડતું હોય છે. તેથી બ્લડ બેન્કોમાં લોહીનો પુરવઠો જળવાય રહેતો દર્દીઓને લોહીની જરુર સમયે લોહી આપવામાં અગવડ ઉભી ના થાય. તેથી નાગરીકોએ રક્તદાનને પોતાની નૈતિક ફરજ સમજીને નિયમિત રક્તદાન કરવું જોઇએ.નેત્રંગ ખાતે આજે યોજાયેલ રક્તદાન કેમ્પને સફળ બનાવવા બદલ આયોજકોએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ