Satya Tv News

May 8, 2023 #GUJRAT, #PALEJ

પાલેજના સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કુલ ખાતે ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી

નબીપુર કેન્દ્રમા ઉમેદવારોએ પરીક્ષા આપી
8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી
પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ
PSI અને સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત
તંત્રએ હાશકારો અનુભવ્યો
પોલીસનો આભાર કર્યો વ્યક્ત

નબીપુર કેન્દ્રમા 240 ઉમેદવારો એ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી

YouTube player

ગુજરાત રાજ્યમાં તલાટી કમ મંત્રીઓની 3457 જગ્યાઓ ખાલી પડેલ છે. જેના માટે ગતરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષા લેવાઈ હતી. જેમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે નબીપુર સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કુલ ખાતે 8 વર્ગ ખંડોમાં કુલ 240 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.પરીક્ષા દરમ્યાન સરકારી આદેશ મુજબ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં ઇલોકંટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ, બ્લુટૂથ, ઈયરબડસ, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર મુકાવી હતી. ઉમેદવારોને ફક્ત સાડી કાંદા ઘડિયાળ પહેરવાની છૂટ અપાઈ હતી અને દરેક ઉમેદવારના પગરખા પણ વર્ગ ખંડની બહાર કઢાવ્યા હતા. પરીક્ષા સમયગાળા દરમ્યાન પરીક્ષા કેન્દ્રની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો પણ બંધ રખાઈ હતી. પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. કે.એમ. ચૌધરી એ તેમના સ્ટાફ સાથે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. કેન્દ્ર સંચાલકે પરીક્ષા પછી સમગ્ર તંત્ર અને નબીપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ યાકુબ પટેલ સાથે સત્યા ટીવી પાલેજ

Created with Snap
error: