Satya Tv News

May 8, 2023 #BHARUCH, #GUJRAT

ભરૂચ પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વિકટ બની

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામ
એમ્બ્યુલન્સ સહિત વાહનચાલકો ફસાયા
પિક અવર્સ શિરોવેદ સમાન બની
ગરમીમાં વાહન ચાલકોને રાહત થઈ
ટ્રાફિકજામની સમસ્યા વધુ વિકટ બની

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા એમ્બ્યુલન્સ સહિત વાહનચાલકો ફસાયા હતા.જયારે ટ્રાફિક સર્કલ નાનું કરવાનો તંત્ર પાસે સમય જ નથી ત્યારે હજુ આ સમસ્યા વધુ ઘેરી બનશે તે નક્કી છે.

YouTube player

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.તો વાહન ચાલકો ગરમીમાં શેકાયા હતા.વાહન વ્યવહારથી સતત ધમધમતા અને સ્ટેશનથી મહ્મદપુરાને જોડતા ભરૃચ શહેરના એક માત્ર રોડ પર પાંચબત્તી વિસ્તારમાં અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે.અને તેમાંયે સોમવારે પિક અવર્સ દરમ્યાન તે શિરોવેદના સમાન બની રહે છે .તેવામાં આજે વધુ એક વાર પાંચબત્તી પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનો પડી હતી. ટ્રાફિક જામમાં વાહન ચાલકો સહિત એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી..ભારે જહેમત બાદ લાંબા સમયે ટ્રાફિક જામમાંથી મુક્તિ મળતા ઉનાળાની આકરી ગરમીમાં શેકાતા વાહન ચાલકોને રાહત થઈ હતી.પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વિકટ બની રહી છે પણ અહી ટ્રાફિક સિગ્નલ જેવી જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની કે ટ્રાફિક સર્કલ નાનું કરવાનો તંત્ર પાસે સમય જ નથી ત્યારે હજુ આ સમસ્યા વધુ ઘેરી બનશે તે નક્કી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: