Satya Tv News

May 8, 2023 #BHARUCH, #GUJRAT

ભરૂચ ન.પા.ખાતે થાળી વગાડી વેરા વધારા સામે વિરોધ વ્યક્ત કરાયો

ભરૂચ ન.પા.ના વેરા વધારા સામે વિરોધ
પા.ખાતે વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવ્યું
પક્ષની વાતોથી ના ભોળવાવા અનુરોધ કર્યો
વેરા વધારાને રદ કરવાની માંગણી
વેરા વધારા સામે પ્રજાજનોમાં રોષ

ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.તો પાલિકા પ્રમુખે પ્રજાજનો ને વાંધા અરજી મંગાવવામાં આવી છે ત્યારે કોઈ પણ પક્ષ ની વાતો થી ના ભોળવાવા અનુરોધ કર્યો હતો..

YouTube player

ભરૃચ નગરપાલિકા ના સૂચિત વેરા વધારા સામે વિરોધ વંટોળ ઊભો થઈ રહ્યો છે.ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે આગળ આવી પાલિકા ખાતે થાળી વગાડી વેરા વધારા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો તેમજ તે બાદ મુખ્ય અધિકારી તેમજ પાલિકા પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી સૂચિત વેરા વધારા ને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.બીજી બાજુ આપ ની વેરા વધારા રદ કરવાની રજૂઆત બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચિત વેરા વધારા અંગે સામાન્ય સભા માં ઠરાવ કરી પ્રજાજનો ની વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે અને તેના આધારે પાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે ત્યારે પ્રજાએ કોઈ પણ પક્ષ ની વાત થી ભોળવાઈ જવું નહી તેમ કહ્યું હતું. ભરૂચ પાલિકા ના સૂચિત વેરા વધારા સામે પ્રજાજનો માં રોષ છે અને વિપક્ષ સહિત રાજકીય પક્ષો આ મુદ્દે આગળ આવી રહ્યા છે ત્યારે પાલિકા ની વેરા વધારા ની દરખાસ્ત નું શું થાય છે તે જોવું રહ્યું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: