જંબુસરમાં મેરી પૌષ્ટિક રસોઈ સીઝન પાંચનું ભવ્ય આયોજન મુંબઈ ખાતે કરાયું
જંબુસરમાં રસોઈ સીઝન પાંચનું ભવ્ય આયોજન
ગ્લેનમાર્ક ફાઉન્ડેશન દ્વારા રસોઈ સ્પર્ધામાં યોજાઈ
રસોઈનું ભવ્ય આયોજન મુંબઈ ખાતે કરાયું
રાજ્યના 898 ઉમેદવારોએ નોંધણી કરાવી
સ્પર્ધામાં ભૂમિકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા
તાપી સેવા ફાઉન્ડેશનનો આભાર માન્યો
જંબુસર આ તાપી સેવા ફાઉન્ડેશનના સ્વ સહાય જૂથ વેડચના ભૂમિકા જાદવે મેરી પૌષ્ટિક રસોઈ સીઝન પાંચમાં પ્રથમ નંબર સાથે ટ્રોફી તથા રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું
જંબુસર તાલુકામાં આતાપી સેવા ફાઉન્ડેશન જે સ્ત્રી સશક્તિકરણ તથા મહિલાઓના ઉત્થાન માટે મહિલાઓ પુરુષ સમોવડી બને તે માટે સ્વ સહાય જૂથો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ તાપી સેવા ફાઉન્ડેશન સંચાલિત સ્વ સહાય જૂથ વેડચના ભૂમિકા મનહર જાદવે ગ્લેનમાર્ક ફાઉન્ડેશન મુંબઈ સંચાલિત પરંપરાગત પૌષ્ટિક સ્થાનિક રેસીપી સ્પર્ધા મેરી પૌષ્ટિક રસોઈ સીઝન પાંચનું ભવ્ય આયોજન મુંબઈ ખાતે કરાયું હતું. જેમાં અલગ અલગ સાત રાજ્યના 898 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 20 ઉમેદવાર ફાઈનલ માં પસંદગી પામ્યા હતા. તેમાં વેડજ ગામના ભૂમિકા જાદવ પસંદગી પામ્યા ગુજરાતમાંથી બે ઉમેદવારોમાં જંબુસર તાલુકાના વેડચ ગામના ભૂમિકા જાદવે પૌષ્ટિક બાજરાની ખીચડી બનાવી હતી. અને સદર સ્પર્ધામાં ભૂમિકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા ટ્રોફી થતા રોકડ પુરસ્કાર ફાઉન્ડેશનના સંચાલકો આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતના ભરૂચ જિલ્લાના વેડચ ગામના બેહને રસોઈ સ્પર્ધામાં જીત હાંસલ કરી હોય અને વેડચ ગામનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે આ તાપી સેવા ફાઉન્ડેશન દ્વારા ભૂમિકા જાદવને પ્રોત્સાહિત કરી તક આપવા બદલ આ તાપી સેવા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર