નવસારીની બેટરી ગેરેજમાં આગ લાગી, ટ્રક, કાર, બાઈક મળી અંદાજે 5 વાહનો આગની ચપેટમાં આવ્યાં
નવસારીના સિસોદ્રા ગામમાં લાગી આગ
ગામ નજીક આવેલા ગેરેજમાં લાગી આગ
નવસારી ફાયર વિભાગ ઘટના સ્થળે પહુંચી
આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ
દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી
નવસારીના નેશનલ હાઈવે 48 પરના સિસોદ્રા ગામ પાસેની બેટરી ગેરેજ માં સંભવિત શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
વીઓ:
નેશનલ હાઈવે 48 પર નવસારીના સર્વિસ રોડ સામે જગદીશ બેટરી ગેરેજમાં સંભવિત શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે 5:30 વાગ્યે આગ લાગી હતી. જેથી ફાયર વિભાગને જાણ કરાતા દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, એક ટ્રક, બાઈક મળી અંદાજે 5 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.આગને કારણે ધૂમાડાના ગોટા દૂરથી જોઈ શકાતા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ગેરેજ કંપાઉન્ડમાં મૂકેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યાં હતા.જેમાં હાઇવા ટ્રક, કાર, બાઈક મળી અંદાજે 5 વાહનો પણ આગમાં લપેટાયા હતા. સાથે જ આગમાં વેલ્ડિંગ, કલર અને બેટરીનો સામાન સહિત વાહનો બળીને ખાખ થયા હતા.જગદીશ બેટરીમાં રીપેરીંગ અને સેલિગનું કામ થતું હતું, સાથે વેલ્ડીંગ અને કલર કામ આ બે અલગ અલગ દુકાન હતી. એટલે કમ્પાઉન્ડમાં ત્રણ લોકો કામ કરતા હતા.ગરમીમાં વધારો થતા શોર્ટ સર્કિટથી આગના બનાવો વધી રહ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી