વાલિયા પ્રભાત સહકારી જિનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલનો વિજય
વાલિયા ચૂંટણીમાં કોંગ્રેસની પેનલનો વિજય
ઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર દ્વારા યોજાઈ
ભારતીય જનતા પાર્ટીની કારમાં પરાજ્ય
વાલિયામાં પ્રભાત સહકારી જીનના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર દ્વારા યોજાઈ ગઈ. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો કારમાં પરાજ્ય થયો હતો.
વાલિયા પ્રભાત સહકારી જીનના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર દ્વારા યોજાઈ ગઈ. જેમાં ભારતીય જનતા પાર્ટી ની પેનલનો કારમાં પરાજ્ય થયો હતો . સંદીપ માંગરોલા સમર્થીત ખેડૂત સહકાર પેનલના પ્રમુખ તરીકેના ઉમેદવાર રાકેશ કેસરીસિંહ સાયાણીયા તેમજ ઉપપ્રમુખ તરીકે કૃષ્ણ અમરસિંહજી મહિડા દેસાડ વિજેતા જાહેર થયા હતા. ખેડૂત સહકાર પેનલના બંને ઉમેદવારોને અગિયાર મત જ્યારે ભાજપની પેનલના ઉમેદવારોને નવ મત મળતા કારમાં પરાજય થયો હતો .ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે છેલ્લા દિવસે પ્રતિનિધિ મોકલતા વાતાવરણ તંગ થયું હતું.બંને પક્ષોની રજૂઆતોને ધ્યાનમાં લઇ ચૂંટણી અધિકારીએ બેંકના પ્રતિનિધિને પેટા કાયદામાં જોગવાઈ ન હોવાના કારણે મતદાનથી દૂર રાખતા ભાજપનો ખેલ ઊંધો પડી ગયો હતો.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા