Satya Tv News

ભરૂચના વેજલપુરમાં પાણીની પોકાર
પાણી સહિતની પ્રાથમિક સુવિધાની રજુઆત
વેરા વધારાની સામે પ્રજાજનોનો આક્રોશ
પા.ખાતે માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી

YouTube player

ભરૃચ ના વેજલપુર તા વિસ્તારમાં પાણી સહિત ની પ્રાથમિક સુવિધા ની રજુઆત માટે પાલિકા કચેરી ખાતે મહિલાઓ ઉમટી પડી હતી. એક તરફ ભરૃચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારાની સામે પ્રજાજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કેટલાયે વિસ્તારમાં પાણી,ગટર, સફાઈ સહિત ની પ્રાથમિક સુવિધા નો અભાવ હોવાની બૂમો ઊઠી રહી છે.ભરૃચના પશ્ચિમ વિસ્તાર માં આવેલ વેજલપુર તાડિયા માં છેલ્લા ચાર માસ થી પાણી ની સમસ્યા હોવાની ફરિયાદ સાથે મહિલાઓ પાલિકા કચેરી ખાતે ઉમટી પડી હતી..આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું ન હોવાના આક્ષેપ સાથે મહિલાઓ પાલિકા પ્રમુખ ને રજૂઆત માટે પોહચી હતી.પણ કેબિન પર તાળું જોઈ આ મુદ્દે ક્યાં રજૂઆત કરવી તેની મૂંઝવણ અનુભવી તેમનો આક્રોશ વ્યક્ત કરી સમસ્યાના નિવારણ માટે જણાવી હવે મોટી સંખ્યામાં પાલિકા ખાતે આવી માટલા ફોડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી..

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: