ખેડુત આગેવાનોએ પોતાની વેદના ઠાલવી
જમીન માપણીની કામગીરી શરૂ કરાવી
ખેડુતોની સમિતિ બનાવી આંદોલન કરાવશે
ખેડુતોની માંગ પુરી નહિ થાય તો આંદોલન
ડેડીયાપાડાના વલસાડ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત ખેડુત આગેવાનોએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક કરી હતી.જો સરકાર અસરગ્રસ્ત ખેડુતોની માંગ પુરી નહિ કરે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી.
શામળાજીથી વાપી સુઘી બનનારા નેશનલ હાઇવેનો હાલ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.એ વિરોધ વચ્ચે પણ તંત્ર દ્વારા જમીન માપણીની કામગીરી શરૂ કરવામાં આવી દીધી છે.તો બીજી બાજુ અસરગ્રસ્ત ખેડુતોએ સરકાર સામે લડી લેવાનું હવે મન બનાવી દીધું છે.આ નેશનલ હાઇવેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા , બોડેલી, છોટાઉદેપુર, ગોધરા, અને અરવલ્લી જિલ્લાની લગભગ 1500 હેકટર જમીન સંપાદિત થવાની છે સાથે સાથે તો કેટલાયે પાકા મકાનો પણ તૂટવાના છે.તો બીજી બાજુ લીલાછમ વૃક્ષોનું નિકંદન પણ થવાનું છે.ત્યારે પોતાની જમીન, પાકા મકાનો અને અને વૃક્ષોના નિકંદનને બચાવવા માટે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, બોડેલી, છોટાઉદેપુર, ગોધરા, અને અરવલ્લી જિલ્લાના અસરગ્રસ્ત ખેડુત આગેવાનોએ દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક કરી હતી.આ બેઠકમા હાજર ખેડુતોએ ચૈતર વસાવા સમક્ષ પોતાની વેદના ઠાલવી જણાવ્યું હતું કે અમે કાળી મજૂરી કરી જમીન વસાવી છે તો કોઈકે પાકા મકાનો બનાવ્યાં છે.સરકાર પાસે આ હાઈવે બનાવવા માટે બીજો વૈકલ્પિક રસ્તો પણ છે તે છતાં ત્યાંથી રસ્તો બનાવતા નથી.આગામી સમયમાં આખા આદિવાસી પટ્ટામાંથી અસરગ્રસ્ત ખેડુતોની સમિતિ બનાવી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ચૈતર વસાવાએ આપી છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા