Satya Tv News

નવસારી ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે પડ્યા
તસવીરો અને વિડિયો થયા વાયરલ
ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો
વન વિભાગ દ્વારા પાંજરે પુરવાની કામગીરી કરી

નવસારીનાં ચીખલી તાલુકાના કાંગવોઈ ગામમાં ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે પડતા આજુબાજુના ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે.

YouTube player

દિપડો એક હિંસક વન્ય પ્રાણી છે અને જે સમયાંતરે નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર નજરે પડતો હોય છે ત્યારે નવસારી સહિત આજુબાજુના વિસ્તારોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ કાંગવાઈ ગામમાં ખેતરમાં બચ્ચા સાથે દિપડી દિવસ દરમિયાન લટાર મારતી ખેડૂત ની નજરે પડતાં ચીખલી તાલુકાના કાંગવાઈ ગામના ખેડૂત પરિમલ પટેલ પોતાની કારમાં ખેતરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તાની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે પડતા તેમણે પોતાના મોબાઈલમાં સમગ્ર તસવીરો અને વિડિયો કેદ કરી લીધા હતા દિપડી તેના બચ્ચા સાથે શિકારની શોધમાં ગામ તરફ આવી હોવાનું અનુમાન છે ત્યારે આ અંગે પરિમલ પટેલે વન વિભાગને જાણ કરી હતી આ તસવીરો અને વિડિયો વાયરલ થતા કાંગવાઈ ગામ સહિત આજુબાજુના વિસ્તારોના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે જ્યારે આ ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા દિપડી અને તેના બચ્ચા ને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: