Satya Tv News

ડભોઇમાં પાણીના નિકાલ માટે આવેદનપત્ર
ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયો
વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરાઈ
લાગી રહ્યું છે કે ગંભીર સમસ્યા સર્જાઈ શકે

YouTube player

ડભોઇમાં ચોમાસાના વરસાદી પાણીનો કોઈ નિકાલ ના હોય આ વર્ષે પણ ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ લાગી રહ્યું છે.જેને લઇ સોસાયટી ના રહીશો દ્વારા ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરને આ બાબતે ત્વરિત નિકાલ લાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું.

ડભોઇ નગર સોસાયટી જેમાં પંચવટી સોસાયટી જેમાં ઝવેરનગર કૌમોદી સોસાયટી ઉમા સોસાયટી ક્રિષ્ના સિનેમા દયારામ નગર વિજયા પાર્ક શ્રીજી પાર્ક આશીર્વાદ સોસાયટી સરમન પાર્ક આયુષ્ય સોસાયટી સરિતા નગર ગાયત્રી કોમ્પલેક્ષ નીલકંઠ પાર્ક સોસાયટી નડા વસાહત વિગેરે વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે સાથે આ વિસ્તારમાં આવેલ વરસાદી કાસ ની લાઈનો સંપૂર્ણ નષ્ટ પામેલી હોય જેના કારણે
જ્યારે સોસાયટીના રહીશો દ્વારા ગયા વર્ષે પણ સોસાયટી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તે સમયે પાલિકા અને રેલ્વે પ્રશાસન દ્વારા નગરજનોને બાંહેધરી આપવામાં આવેલ કે આ વર્ષે સમયના અભાવે વરસાદી પાણીનો નિકાલ કરી શકાય તેમ નથી પણ આવતા વર્ષે આ સમસ્યાનું સમાધાન કરી આપવામાં આવશે પરંતુ નગરપાલિકા અને રેલવે તંત્રએ સ્થાનિકોને લોલીપોપ આપી હોય એમ આ સંદર્ભમાં કોઈ અસરકારક પગલાં લેવાયા હોય તેવું જણાય આવતું નથી અને જે કોઈ પણ પગલાં લેવામાં આવેલા છે તે યોગ્ય સમયે લેવામાં આવેલ નથી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના માર્ગ પર નવ નિર્માણ પામી રહેલ બ્રિજ અને રેલવે ટ્રેકની કામગીરીના કારણે વરસાદી કાસની લાઈન ઉપર માટી નાખી દેવાના કારણે વરસાદી પાણીનો જે નિકાલ હતો તે નિકાલ નો માર્ગ પણ બંધ થઈ જવા પામતા સ્થાનિકોમાં આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જવાની સાથે જાન માલ નું નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જ્યારે સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલ ના વિવિધ મુદ્દાઓને લઈને ચીફ ઓફિસરને ધાર દાર રજૂઆત કરાઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: