Satya Tv News

May 11, 2023 #BHARUCH, #GUJRAT

ભરૂચના મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા RCCરોડનું ખાતમુર્હુતન કરાયું

ભરૂચમાં RCCરોડનું ખાતમુર્હુતન કરાયું
લાખોના ખર્ચે સાઈડમાં સ્ટ્રોમ ડ્રેઈન બનાવશે
ખાતમુર્હુત ભરૃચના ધારાસભ્યના હસ્તે કરાવ્યું
પા.ના સભ્યો અને ભા.ના હોદ્દેદારો ઉપસ્થિત 

ભરૂચના મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા સ્ટ્રોમ ડ્રેઈન સાથે બનનાર આર.સી.સી. ટ્રીમીક્ષ રોડનું ખાતમુર્હુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

YouTube player

ભરૃચના વોર્ડ નબર ત્રણ માં લિંક રોડ પર આવેલ મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા મુખ્ય માર્ગ ને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.68 લાખ ના ખર્ચે સાઈડ માં સ્ટ્રોમ ડ્રેઈન સાથે બનાવવા માં આવનાર છે .જેનું ખાતમુર્હુત ભરૃચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું..તેઓ એ આ વિસ્તારના ઘરો માં વરસાદી પાણી ના ભરાય તે માટે રોડ ખોદી ને તેનું લેવલ નીચું કરી બનાવવામાં આવશે તેમજ વરસાદી પાણીના નિકાલ માટે રોડ ની સાઈડ પર ડ્રેનેજ પણ બનાવવામાં આવશે તેમ કહી અહીંની સોસાયટી ના રહીશોની માંગ પૂરી થશે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા,કારોબારી કમિટી ચેરમેન નરેશ સુથારવાલા,પાલિકા ના સભ્યો અને ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: