ભરૂચ:ગરમીનો પારો ઉંચે જતાં લું લાગવાના,ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો
ભરૂચ સૂર્ય દેવતાનું રૌદ્ર રૂપ ધારણ થયું
ગરમીનો પારોને લઇ બીમારીના કેસોમાં ઉછાળો
સિવિલમાં 15 દિવસમાં 250 કેસ નોંધાયા
ઠંડા પીણાં પીવા તબીબોની સલાહ
ભરૂચમાં સૂર્ય દેવતા ના રૌદ્ર રૂપ ના કારણે ગરમીનો પારો સતત ઉંચે જતાં ભરૃચ શહેર જિલ્લા માં લુ લાગવાના,ઝાડા-ઊલટીના કેસ માં ઉછાળો આવ્યો છે.ભરૃચ સિવિલ હોસ્પિટલ માં રોજના સરેરાશ 15 થી વધુ કેસ આવી રહ્યા છે.વધુમાં વધુ પાણી પીવા તબીબો સલાહ આપી રહ્યા છે..
મે મહિના ના પ્રારંભ માં કમોસમી વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા ત્રણ દિવસ થી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશ માંથી વરસતા અગન ગોળા ના તાપમાન નો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે .જે હજુ પણ ઊંચે જવાની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ગરમી થી રાહત મેળવવા લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણા નો સહારો લઇ રહ્યા છે.વધતા જતા તાપમાન ના પગલે ભરૂચ શહેર જિલ્લા માં ડીહાઈદ્રેશન, ઝાડા ઉલટી ના કેસ માં ઉછાળો આવ્યો છે.ભરૃચ સિવિલ હોસ્પિટલ માં રોજના 15 થી વધુ કેસ આવી રહ્યા છે અને છેલ્લા 15 દિવસ માં 25 જેટલા કેસ નોંધાયા હોવાનું ડો.દીપા થડાની એ જણાવી તેમાં મોટે ભાગે મજૂર વર્ગ હોવાનું કહી ગરમીથી બચવાના છૂટકે જ બહાર નીકળવું અને નીકળવું જ પડે તો પાણી ની બોટલ લઈ ને નીકળવું..તે ઉપરાંત પાણી ખૂબ પીવું ,શેરડી નો રસ સહિત ઉનાળા ના પીણા પીવા ની સલાહ આપી રહ્યા છે.ગરમી માં ભરૃચ શહેર જિલ્લા ના પ્રજાજનો એ તબીબી સલાહ અને વહીવટી તંત્રના સુચનોના અમલ કરવો જોઈએ જેથી લુ લાગવા કે ઝાડા ઉલ્ટી જેવા રોગ થી સુરક્ષિત રહી શકાય.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ