Satya Tv News

વાલીયા કનેરાવ રોડ પાસેથી 2આરોપીની ધરપકડ
LCBએ દહીં તળાવ પાસેથી ઝડપી પાડ્યા
પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી.

વાલીયા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ભરૂચ એલસીબીએ વાલિયા-કનેરાવ રોડ ઉપર આવેલ દહીં તળાવ પાસેથી ઝડપી પાડ્યા હતા

YouTube player

ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વડા ડો.લીના પાટીલની સૂચનાને આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વાલીયા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમો વાલિયા-કનેરાવ રોડ ઉપર આવેલ દહીં તળાવ સ્થિત મહાદેવ મંદિર પાસે ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને ચમારીયા ગામમાં રહેતો અનિલ અમરસીંગ વસાવા અને પ્રગ્નેશરાજુ વસાવાને ઝડપી પાડી વાલિયા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: