ભરૂચમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસનું આયોજન
કોલેજના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન
નર્સિંગ સિસ્ટરની સેવાને બિરદાવી
દર્દીઓની કામગીરીનો આભાર પ્રગટ કર્યો
ભરૂચમાં મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ જનરલ હોસ્પિટલના સહયોગથી આજરોજ કોલેજના ઓડિટોરિયમમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.
આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ 12 મે 2023 ના રોજ ડો કિરણ .સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ જનરલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી આજરોજ કોલેજના ઓડિટોરિયમ માં આ કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. તે કાર્યક્રમ નિમિત્તે ડો કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના સીએમડી ડૉ મિતેશ શાહ સાહેબ , સી ડી એચ ઑ ડો દુલેરા સાહેબ, ડો વી બી ઉપાધ્યાય, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ રેણુકા બ્રહ્મભટ્ટ, ડો ગોપીકા મેખીયા , ડૉ પરાગ પંડ્યા , એન કે બેરાવાલા, સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ,નર્સિંગ સિસ્ટર્સ સ્ટાફ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ સિસ્ટર્સ, લોકોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.તે નિમિત્તે ડો મિતેશ શાહ સાહેબે કોવિડ 19 વખતે કરેલી તમામ નર્સિંગ સિસ્ટર ની સેવા ને બિરદાવી હતી અને હોસ્પિટલ માં દર્દીઓ ની કાળજી ની પ્રશંસનીય કામગીરી ને ના માધ્યમથી આભાર પ્રગટ કર્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ