Satya Tv News

  • ઝૂ ક્યુરેટર અને સિક્યોરિટી ગાર્ડ પર હિપ્પોએ બે મહિના અગાઉ હુમલો કર્યો હતો

વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપેનું બ્રેઈન હેમરેજથી આજે સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી લાવવામાં આવ્યો હતો. આ સમયે મૃતક સિક્યોરિટી ગાર્ડના પરિવારે આક્રંદ કર્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ સિક્યોરિટી ગાર્ડના મૃતદેહને તેમના વતન પૂણે ખાતે લઇ જવાશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મૃતક સિક્યોરિટી ગાર્ડના ભાઇ વાલ્મિક ઇથાપેએ જણાવ્યું હતું કે, મારા ભાઇની 2 મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન આજે તેમનું બ્રેઈન હેમરેજથી મોત થયું છે. તેમના પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રી છે. જેઓ નિરાધાર થઈ ગયા છે. તેમના આખા પરિવારની જવાબદારી હતી, તેમના મૃત્યુથી અમારા પરિવાર પર આભ ફાટી પડ્યું છે, સરકાર ભાઇના પરિવારમાંથી કોઇને નોકરી આપે તો તેમનું ગુજરાન ચાલી શકે છે. મહારાષ્ટ્રમાં પૂણે પાસે આવેલા અમારા ગામમાં ભાઇના અંતિમ સંસ્કાર કરીશું.

સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપે

સયાજીબાગના સિક્યોરિટી ઓફિસર ઘનશ્યામ કહારે જણાવ્યું હતું કે, 9 માર્ચે હિપ્પોએ સિક્યોરિટી ગાર્ડ અને ઝૂ ક્યુરેટર પર હુમલો કર્યો હતો અને છેલ્લા 2 મહિનાથી સિક્યોરિટી ગાર્ડની આ દરમિયાન શુક્રવારે સાંજે સિક્યોરિટી ગાર્ડ રોહિતભાઇ ઇથાપેને બ્રેઈન હેમરેજ થયું હતું અને આજે સવારે તેમનું મોત થયું હતું. મૃતકના પરિવારજનમાંથી એક સભ્યને પાલિકામાં નોકરી આપવામાં આવશે.

હિપ્પોના પિંજરામાં ઉતરતા ઇજાગ્રસ્ત થયા હતા.

સયાજીબાગમાં વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. તા. 9 માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતા. જેમાં તેઓ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને ઝૂ ક્યુરેટરને બચાવવા માટે પ્રયાસ કરનાર સિક્યોરિટી ગાર્ડ રોહિતભાઇ ઇથાપે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર કંઈ વિચારે તે પહેલાં જ ભુરાયા બનેલા હિપ્પોએ જીવલેણ હુમલો કરી ચાર-પાંચ બચકાં ભરી લીધાં હતાં. હિપ્પોએ હુમલો કરતા જ પ્રાણીઓ વિષે જાણકાર ઝૂ ક્યુરેટર મરી જવાનો ડોળ કરી હિપ્પો પાસે જમીન ઉપર સૂઇ ગયા હતા. જેના કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો. નહીં તો હિપ્પોએ તેઓને મારી નાખ્યા હોત. તે દરમિયાન સિક્યોરિટી જવાન બચાવ માટે આવી પહોંચતા હિપ્પોએ સિક્યોરિટી જવાન ઉપર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો.

હિપ્પોના પિંજરામાં સેફ્ટી વિના ઊતરી ન શકાય.

હિપ્પોએ કરેલા જીવલેણ હુમલામાં પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી જવાનને મલ્ટિપલ ફ્રેક્ચર થયાં હતા. તેમજ હિપ્પો મારેલા દાંતથી ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં હતી. આ દરમિયાન ઝૂ ક્યુરેટર સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જો કે, ઇજાગ્રસ્ત સિક્યોરિટી રોહિતભાઇને જેતલપુર રોડ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓના એક કરતાં વધુ અંગોને ગંભીર ઇજા પહોંચી હતી. સિક્યોરિટી ગાર્ડ રોહિતભાઇનો જમણો પગ કાપવો પડ્યો હતો અને આજે શુક્રવારે રાત્રે તેમને બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું અને આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

મૃતદેહને તેમના વતન પૂણે ખાતે લઇ જવાશે

કમાટીબાગમાં હિપ્પો દ્વારા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી ગાર્ડ ઉપર કરાયેલ હુમલો ગંભીર બાબત છે. પ્રાણીઓ વિષેના જાણકાર ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરની કોઇપણ સેફ્ટી વગર હિપ્પો પાસે જવું મોટી ભૂલ હતી. તેમ હવે જાણકારો કહી રહ્યા છે. જાણકારો નામ ન લખવાની શરતે જણાવી રહ્યા છે કે, ઝૂ ક્યુરેટરનો વધારે પડતા હિપ્પો પાસે જવાના ઉત્સાહને કારણે આ ઘટના બની છે.

અગાઉ જમણો પગ કાપવો પડયો હતો

હિપ્પો એ આફ્રિકન મૂળનું પ્રાણી છે. હિપ્પોના હુમલામાં વર્ષે 500 જેટલા લોકો મોતને ભેટતા હોય છે. તે બાબતથી ઝૂ ક્યુરેટર પણ અજાણ નહીં હોય. તેમ છતાં, તેઓ કોઇ પણ સેફ્ટી વગર હિપ્પો પાસે કોઇ પણ કારણસર ગયા તે તેમની ભૂલ ગણી શકાય. દુનિયામાં મોટા કદના પ્રાણીઓમાં ત્રીજા નંબર હિપ્પો આવે છે. પ્રથમ સ્થાને હાથી અને બીજા સ્થાને ગેંડો આવે છે.

કોઇપણ હિંસક પ્રાણીની સારવાર કરવાની હોય તો તેને બેભાન કરવું જરૂરી છે અને તે કામ વેટેરનરી તબીબનું છે. કમાટીબાગમાં કાયમી એક પણ વેટેરનરી ડોક્ટર નથી. ક્યારેક જરૂર પડે ત્યારે આણંદથી બોલાવવા પડે છે. અથવા તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા વેટરનરી ડોક્ટરને બોલાવવા પડે છે. વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં વેટેરનરી તબીબની કાયમી નિમણૂક કરવામાં આવતી નથી.

હિપ્પોમાં 8 માસનો ગર્ભ રહે છે અને તેનો હિટનો સમય ફેબ્રુઆરી-ઓગસ્ટનો હોય છે. આ સમયગાળાની આસપાસ હિપ્પો જેવા હિંસક પ્રાણી સામે કોઇપણ સેફ્ટી વગર જવું જોખમકારક હોય છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ કોઇપણ હિંસક પ્રાણીના પિંજરામાં જઇ શકાય નહીં. અને જો કોઇપણ પ્રાણીની ટ્રીટમેન્ટ કરવાની હોય તો ત્રણ સ્ટેજ પાર કર્યા બાદ કરી શકાય છે. અને તે માટે ઝૂ ક્યુરેટર નહિં. પરંતુ, વેટેરનરી ડોક્ટર હોવા જરૂરી છે. કોઇપણ ફીમેલ હિંસક પ્રાણી હીટમાં આવે ત્યારે જ આક્રમક બનતું હોય છે.

error: