Satya Tv News

નેત્રંગમાં સગીરા સાથે દુષ્કર્મ આચનાર આરોપી ફરાર
તારી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી
પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોધાવતા ચકચાર મચી
દુષ્કર્મ આચરનારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

નેત્રંગ તાલુકાના ગામમાં રહેતી બહેનના ધરે રહેવા આવેલ સગીરા પર કોઈ ઇસ્મે સગીરા સાથે દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહી જવાથી તેને મારી નાખવાની ધમકી આપી તેને પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાઈ

નેત્રંગ તાલુકાના એક ગામે મોટી બહેન ના ધરે રહેવા આવેલ સગીરા ને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાને આઠ માસનો ગર્ભ રહી જતા નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોધાતા ફરાર થઇ ગએલ આરોપીને ઝડપી પાડવા પોલીસ ની કવાયત તેજ ગતિએ.
સુરત જીલ્લા ના કામરેજ તાલુકા ના એક ગામમા રહેતી સગીરા નેત્રંગ તાલુકા ના એક ગામમા રહેતી પોતાની મોટી બહેન ની સાસરીમા રહેવા માટે આવેલ જે સગીરા બહેન ના ધર પાછળ આવેલ આમલી ઝાડ પાસે રાત્રીના સમયે બાથરૂમ કરવા ગએલી તે વખતે વરખડી ગામના મુકેશ રાયસીંગ વસાવાએ મોઢા પર હાથ મુકી ધાકધમકી આપી કહેલ કે તુ બુમ પાડશે તો હુ તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી ધરની પાછળ આવેલ આમલીના ઝાડ પાસે તેની સાથે બળ જબરી પુવઁક દુષ્કર્મ કરેલ અને આ સબંધ બાબતે કોઇ ને જાણ કરીશતો હુ તને તારી બહેનને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી અને થોડા થોડા સમયનાં અંતરે જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહી જતા જેની જાણ સગીરાની માતાને થતા નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી છે. નેત્રંગ પોલીસ ના પીએસઆઇ કે, એન, વાધેલા એ બનાવની ગંભીરતા ને દયાન પર લઇ દુષ્કર્મ આચરનાર ફરાર મુકેશ રાયસીંગ વસાવા ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: