Skip to main content

Satya Tv News

અંકલેશ્વર દુર્લભ ટેકરી પરથી ઝડપાયું જુગારધામ
માંડવા ગામેથી જુગારધામ ઝડપાયું
2 હજારના મુદ્દામાલ કર્યો કબજે
જુગારીયાઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુરભ ટેકરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું હતું.

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે માંડવા ગામમાં આવેલ દુર્લભ ટેકરી વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ એ સ્થળ પરથી રોકડા મળી 2 હજારના મુદ્દા માલ કબજે કરી જુગાર રમતા ગામના મસ્જિદ ફળિયામાં રહેતો નસરુદ્દીન અમીરુદ્દીન ગરાસિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: