કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી શોમાં કમ કરી ચૂકેલ ઘણા કલાકારો મેકર્સ પર અનેક આરોપો લગાવી રહ્યા છે. આ સાથે જ એ પણ જાણીતું છે કે આ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર ગંભીર આરોપો લાગી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર જેનિફરનું કહેવું છે કે તે મુંબઈ પાછી આવી ગઈ છે અને હાલમાં જ પવઈ પોલીસ દ્વારા તેને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી. અભિનેત્રીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું મુંબઈ પાછી આવી ગઈ છું અને મને પવઈ પોલીસે બોલાવી હતી. હું ગઈ કાલે પવઈ પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં મેં મારું નિવેદન નોંધાવ્યું હતું. હું બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં પંહોચી અને સાંજે 6 વાગ્યા પછી નીકળી હતી. મેં તેમને મારું સંપૂર્ણ નિવેદન આપ્યું છે. હું ત્યાં 6 કલાક રહી અને હવે કાનૂન તેનું કામ કરશે.’
આ સાથે જેનિફરે એમ પણ જણાવ્યું હતું જે, ‘મને કહેવામાં આવ્યું છે કે જો કંઈ કરવાની કે મારે ફરીથી જવાની જરૂર પડી તો તે મને જણાવશે, અત્યારે મારું નિવેદન નોંધ્યું છે.’ અને જેનિફરે આરોપ લગાવ્યા પછી પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કરીને અભિનેત્રીને અનુશાસનહીન, અપમાનજનક અને સેટ પર લોકો સાથે નિયમિત રીતે ગેરવર્તન કરતી ગણાવી હતી.
શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા, બાવરી ઉર્ફે મોનિકા ભદૌરિયા અને દિગ્દર્શક માલવ રાજદાએ પ્રોડક્શન હાઉસ દ્વારા જેનિફર સામે કરવામાં આવેલા દાવાઓને નકારી કાઢ્યા હતા