સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે.
સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આકાશમાંથી ગરમી વરસી રહી છે છતાં લોકો ગ્રાઉન્ડ પર અડગ છે. શ્રદ્ધાળુઓ બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી તેવું કહી રહ્યા છે.
લીંબાયતના નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. વહેલી સવારથી જ ભક્તો દિવ્ય દરબારમાં આવવા માંડ્યા છે. સુરત સહિત અન્ય રાજ્યમાંથી પણ ભક્તો બાબાના દર્શન માટે પહોંચ્યા છે. રાજસ્થાન,મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર,યુપી બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં આવ્યા છે. 3 લાખથી વધુ ભક્તો દિવ્ય દરબારમાં તેવી સંભાવના છે. સાંજે 5 થી 10 વાગ્યા સુધી દિવ્ય દરબાર યોજાશે.
સુરતમાં આજે બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. જેમાં હનુમાનની મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે.
લોકો હનુમાન ગદા જોઈ અભિભૂત થઈ રહ્યા છે. હનુમાન જ્યોત યાત્રા અંતર્ગત મહાકાય ગદા બનાવવામાં આવી છે. અનેક રાજ્યમાંથી લોકો કાર્યક્રમ સ્થળે પહોંચી રહ્યા છે.
આજથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે