Satya Tv News

ડભોઇમાં નિકાહ ખવાનીનો કાર્યક્રમ યોજાયો
ભારત ટોકીઝ પાસે સમૂહ લગ્નનો કાર્યક્રમ
11 દુલ્હા દુલ્હનોએ લીધો ભાગ
સૈયદ સુબ્હાની મીયા દ્વારા દુઆઓ કરાઈ
કમિટી દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરાયું

ડભોઇ મોતીબાગ પાસે હજરત ગેબન શહીદબાવા અને હઝરત બાલમ શહીદ બાવાના ના ઉર્સ પ્રસંગે નસીબ ખીદમત કમિટી ડભોઇ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 દુલ્હા દુલ્હનો ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

YouTube player

ડભોઇ શહેર મોતીબાગ ભારત ટોકીઝ પાસે કોમી એકતાના પ્રતિક હજરત ગેબન શહીદબાવા અને હઝરત બાલમ શહીદ બાવા ના યોજાયેલા ત્રણ દિવસ ઉર્સ પ્રસંગે આજરોજ સમૂહ લગ્ન નિકાહ ખવાની નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 11 દુલ્હા દુલ્હનો એ ભાગ લીધો હતો મુસ્લિમ સરીયત જ્ઞાતિના રીત મુજબ મૌલાના અનવર અશરફી સાહબ તથા હાજી મુસ્તફા સાહબ દ્વારા નિકાહખાની ની રશમ સરીયત મુજબ અદા કરાવી હતી. અને સૈયદ સુબ્હાની મીયા દ્વારા દુઆઓ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતા એ નવ દમંતીઓને લગ્ન ગંઠીથી થી જોડાવવા જઇ રહ્યા છે ત્યારે રાજ સત્તા કરતાં ધર્મ સત્તા મહાન છે આ કમિટીમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તમામ પ્રસંગો ઉજવી રહ્યા છે એટલે જ દર્ભાવતીનગરી કોમી એકતા ની નગરી કહેવાય છે ખોટા ખર્ચથી દૂર રહી એક જ મંડપ નીચે છે સમૂહ લગ્નનુ આયોજન કરતા આયોજકો અને લગ્ન ગંઠીથી જોડાયેલા નવ દમંતીઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે કે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલે પણ લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ થતા હોય એને દૂર કરીને સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ દુલ્હા દુલ્હનોને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સૈયદ તાહીર હુસેન બાપુ સૈયદ અખ્તર હુસેન હાજી દસ્તગીર નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલ શાહ તથા બીરેન શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નસીબ ખીદમત કમિટી ડભોઇ સિદ્દીક ઘાંચી રહેમત ભુરાવાલા ગુલામીયા બાપુ અને તેમની કમિટી દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: