નવસારીમાં SSC બોર્ડના પરિણામ જાહેર
વિદ્યાર્થીઓએ A1,A2 ગ્રેડ સ્થાન પ્રાપ્ત કર્યું
વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું
નવસારીના મરોલીની નવનિર્માણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ S.S.C બોર્ડના પરિણામમાં ઉચ્ચ ટકાવારી સાથે મરોલી કેન્દ્રમાં પ્રથમ A1 ગ્રેડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.અન્ય બે વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
મરોલી વિસ્તારમાં નવનિર્માણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી *વિદ્યાર્થિની પટેલ હની ચેતન S.S.C બોર્ડના પરિણામમાં 99.63 પર્સેન્ટાઇલ અને 92.33% મરોલી કેન્દ્રમાં પ્રથમ A1 ગ્રેડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ વિદ્યાર્થિનીના પિતા નોકરી કરે છે અને આ વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષા આપતી હતી. તે દરમિયાન જ તેમની માતાનું આકસ્મિક અવસાન થયું હતું. છતાં પણ આ વિદ્યાર્થિની એ પોતાના અભ્યાસમાં તેની કોઈપણ અસર ન થવા દેતા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ૧૦૦ માંથી ૯૭ ગુણ મેળવેલ છે * તેમજ શાળાના અન્ય બે વિદ્યાર્થીઓ આહિર પ્રાચી કલ્પેશ અને પટેલ વિઘ્નેશ કિરણ A2 ગ્રેડ મેળવી શાળા નું નામ રોશન કર્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી