Satya Tv News

નેત્રંગમાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો
નેત્રંગ કેન્દ્રનું પરિણામ ૬૨.૯૧ ટકા રહ્યું
MM ભક્ત હાઇસ્કુલનું પરિણામ ૬૫.૯૧ ટકા રહ્યું
બેસ્ટટ્યુશન ક્લાસિસ દ્વારા ગિફ્ટ વિતરણ કરાવ્યું

નેત્રંગ નગર માં આવેલી શ્રીમતી એમ.એમ ભક્ત સ્કૂલ નાં ધોરણ 10 નાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધરવા માટે બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ગિફ્ટ આપી એક બીજા ને મીઠાઈ ખવાડી મો મીઠું કરાવ્યું હતું સાથે સાથે સાહિલ સેખ દ્વારા ભવિષ્ય માં પ્રગતિ એ પ્રકાર નું મોટીવેશન સ્પીચ આપવા માં આવી હતી.

YouTube player

નેત્રંગ તાલુકા માં માર્ચ 2023 માં લેવાયલી ધોરણ-10ની પરીક્ષા આપનારા હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો આવ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ગત રોજ સવારે 8 વાગે ધોરણ-10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ ની વેબસાઇટ પરથી પરિણામ જોય ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા, માર્ચ – ૨૦૨૩ માં લેવાયેલી ધોરણ ૧૦ની એસ.એસ.સી પરીક્ષાના પરિણામમાં ભરૂચ જિલ્લાનું ૬૧.૦૭ ટકા ત્યારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ ૬૨.૯૧ ટકા જ્યારે નેત્રંગ નગરમા આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલનું પરિણામ ૬૫.૯૧ ટકા રહ્યું હતું.શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલ માર્ચ ૨૦૨૩ માં ધોરણ.૧૦ એસ.એસ.સી ની પરીક્ષામાં પ્રથમ પાંચ કર્મ મેળવનાર વિદ્યાથીઓમાં (૧) ભોયા શ્રેય ઝીણા ૮૯ ટકા શાળામાં પ્રથમ સ્થાને (૨) ચૌહાણ રાહુલ અલ્પેશ ૮૯ ટકા શાળામાં પ્રથમ સ્થાને (૩) બામણીયા નવયુગ જયેશ ૮૩.૮૩ ટકા શાળામાં બીજા સ્થાને(૪) વસાવા અલિશા ઉમેદ ૮૩.૧૬ ટકા શાળામાં ચોથા સ્થાને. (૫) બ્રહ્મભટ્ટ સ્નેહા ભાવેશ ૮૨ ટકા શાળામાં પાંચમા સ્થાને રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: