Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)
પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે અને સમાજ કુટુંબમાં માન સન્માન મળશે તેમજ જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય

મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બને અને પરિવારમાં સારા કામનું આયોજન થાય તેમજ સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને અને અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને તેમજ પરિવારમાં વાતાવરણ આનંદમય રહે અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.)
નવા કામકાજની શરુઆતથી લાભ થાય તેમજ પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું અને પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા (પ.ઠ.ણ.)
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે અને સંતાનો માટે મહત્વના નિર્ણય લેવાય છે, પારિવારિક શાંતિ જળવાય છે

તુલા (ર.ત.)
આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ ધંધામાં ધનલાભની સંભાવના અને મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.)
કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દામ્પત્ય જીવન આનંદમય રહે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.)
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને તેમજ સાહસ પરાક્રમથી સફળતા મળે અને નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના છે તેમજ ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.)
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય તેમજ જમીન-વાહન લેવા માટે સારો સમય અને પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે તેમજ માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.)
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ થાય તેમજ મુસાફરીના યોગો જણાય છે

મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો અને પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે તેમજ ધન સંબંધી ચિંતાઓ હળવી થશે અને સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

શુભાંક – આજનો શુભ અંક છે 9
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

શું કરવું? : દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : નબળા વ્યક્તિનો સંગ ના કરવો
આજનો મંત્ર : ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:
આજનું દાન : આખા અડદનું દાન કરવું

error: