Satya Tv News

કમોસમી વરસાદને લઇને વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 28 અને 29મીના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

  • રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
  • હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી
  • 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી

ગઈકાલે સાંજે અમદાવાદમાં ખાબકેલા કમોસમી માવઠા બાદ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને માઠી બેઠી હોય તેમ એક બાદ એક માવઠું આવી રહ્યું છે. આ તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 28 અને 29 મેએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ 28 અને 29 મેએ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. આ સાથે રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. પોરબંદર, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અંદમાન નિકોબારથી આજથી ચોમાસું આગળ વધી શકે છે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને  8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી  શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

error: