Satya Tv News

આ વિડિયો એન્ટ્રી ગેટથી શરૂ થયા બાદ ગુંબજ અને બહારની દીવાલો પર અશોક પ્રતીક, આ પછી લોકસભા અને રાજ્યસભાનો નજારો દેખાય છે

  • દિલ્હીમાં બનેલ નવી સંસદનું આવતીકાલે ઉદ્ઘાટન
  • શુક્રવારે નવી સંસદનો પહેલો વિડિયો રિલીઝ થયો
  • PM મોદીએ આ વિડીયો શેર કરી લોકોને અપીલ કરી

દિલ્હીમાં બનેલ નવી સંસદનું આવતીકાલે ઉદ્ઘાટન થવાનું છે. આ પહેલા શુક્રવારે નવી સંસદનો પહેલો વિડિયો રિલીઝ થયો હતો. આ વિડિયો એન્ટ્રી ગેટથી શરૂ થાય છે. પછી ગુંબજ અને બહારની દીવાલો પર અશોક પ્રતીક, આ પછી લોકસભા અને રાજ્યસભાનો નજારો દેખાય છે.

મહત્વનું છે કે, PM મોદીએ આ વિડીયો શેર કરી લોકોને એક અપીલ પણ કરી હતી. 

રાજધાની દિલ્હીમાં નવું સંસદભવન બનીને તૈયાર છે. આ તરફ હવે 28 મે એટલે કે આ રવિવારે પ્રધાનમંત્રી નવી સંસદનું ઉદ્ઘાટન કરશે. આ તરફ હવે નવી સંસદનો વિડીયો સામે આવ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ વિડીયો શેર કર્યો છે.  

નવી સંસદનાં વિડીયોમાં જોઈ શકાય છે કે, લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સીટની પાછળ વિશાળ અશોક ચક્રો છે.

લોકસભાના કાર્પેટ પર મોરના પીંછાની ડિઝાઈન છે. સભ્યોના ડેસ્ક પર સમાન પ્રતીકાત્મક ડિઝાઇન બનાવવામાં આવે છે. દરેક ડેસ્ક પર સ્ક્રીન છે.

વીડિયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, નવી સંસદ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. આ વીડિયો સંસદની ભવ્યતા દર્શાવે છે. લોકોને તેમના વિચારો અને વોઈસ ઓવર સાથે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા અપીલ કરી છે. આમાંથી કેટલાક સારા વીડિયો તેઓ રીટ્વીટ કરશે.

error: