Satya Tv News

ભરૂચ -અંકલેશ્વર જુના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયા સ્થિત ઓવર બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ફોર્સ કંપનીની કાર નંબર-જી.જે.16.એ.યુ.77 36 લઈ કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેરીંગ ઉપર કાબુ નહીં રહેતા કાર પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવની જાણ થતા જ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો

error: