Satya Tv News

ડભોઇ ચાંદોદ ખાતે દશાહરા પર્વની ઉજવણી
પર્વના સાતમાં દિને મહાઆરતીનો લીધો લાભ
ગંગા દશહરા પર્વની ઉજવણીમાં પધાર્યા મુખ્યમંત્રી
પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી

ડભોઇમાં આજરોજ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકેનું મહાત્મ્ય ધરાવતા તીર્થસ્થાન ચાંદોદ ખાતે માં રેવા તથા માં ગંગા મૈયા ના અવતરણ‌ની સ્મૃતિમાં ઉજવાતા આ પર્વની ઉજવણી કરાઈ હતી.સાથે સાથે પૂજા અર્ચના કરી મહાઆરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.

YouTube player

ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકેનું મહાત્મ્ય ધરાવતા તીર્થસ્થાન ચાંદોદ ખાતે પ્રતિ વર્ષ થતી ગંગા દશાહરા પર્વની ઉજવણીમાં શુક્રવારે ગુજરાતના નાથ યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે ઉપસ્થિત રહી માં રેવા તથા માં ગંગા મૈયા ના અવતરણ‌ની સ્મૃતિમાં ઉજવાતા આ પર્વની ઉજવણી સામેલ થઈ વિદ્વાન બ્રાહ્મણોની મુખે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન સહિત મહા આરતી કરી કૃત કૃતાર્થ થયા હતા દક્ષિણ પ્રયાગ તીર્થ એવા ચાંદોદના નર્મદાજી ના કિનારાના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે દાયકાઓથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહરા મહોત્સવ ની ઉજવણી થતી રહી છે ત્યારે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓના આમંત્રણ ને સહર્ષ સ્વીકારી શુક્રવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાજી ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટે પધારી ગંગા દશાહરા પર્વના સાતમાં દિને પૂજન અર્ચન સહિત મહા આરતીનો લાભ લીધો હતો. સ્થાનિક વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે દૂધ દહીં જળ પુષ્પ ચુંદડી સહિતની વિવિધ સામગ્રી અર્પણ કરી પૂજા અર્ચન સાથે સાયં કાળે મહા આરતી માં જોડાઈ ધન્યતા અનુભવી હતી .

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: