Satya Tv News

ડેડીયાપાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની પડી રેડ
મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂની હેરાફેરીમાં 14આરોપીઓને ઝડપી પાડ્યા
6,43,510નો મુદ્દામાલ ગાંધીનગર દ્વારા જપ્ત કર્યો

ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામથી ડુમખલ તરફ જવાના રોડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કેસમાં 14 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા .જેમાં દારૂની નાની- મોટી બોટલ કુલ 3,35,400 સહિત અંગ ઝડતી મળી કુલ 6,43,510 નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા જપ્ત કર્યો

YouTube player

નર્મદા જિલ્લાની સીમ મહારાષ્ટ્રને અડીને આવેલ હોવાથી દિવસેને દિવસે દારૂની હેરાફેરી નો કિસ્સાઓ સતત વધી રહ્યા છે, આમ તો સ્ટેટ મોનીટરીંગ સેલના અધ્યક્ષ તરીકે નિર્મિત રોય સાહેબની નિમણૂક થયા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ અનેક જિલ્લાઓમાં રેડ કરી મોટી સંખ્યામાં મુદ્દા માલ પકડી પાડે છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામથી ડુમખલ તરફ જવાના રોડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કેસમાં 14 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, 14 પૈકી બે સગીર વયના હોવાથી પોલીસે નોટિસ આપી વાલીનો કબજો સોપ્યો છે. તાલુકાની વાત કરવામાં આવે તો ડેડીયાપાડા તાલુકાના અનેક વિસ્તારોમાં દેશી દારૂ સહિત ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યાં છે. દેડિયાપાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી-સ્ટાફ સહીત બીટ પોલીસની ક્યાંક ને ક્યાંક છુપી નજર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ઠેઠ ગાંધીનગર થી રેડ બોર્ડર તાલુકાના ગામડાઓમાં આવી રેડ કરી જાય છે, તો સ્થાનિક પોલીસને એની જાણ પણ થતી નથી એ ક્યાંક ને ક્યાંક શંકા ના ડાયરામાં તો નથી ને ?
ટુ વ્હીલ ગાડી ઉપર 3,35,400 રૂપિયાનો મોટી માત્રામાં વિદેશી દારૂ સ્ટેટ માઈન્ટરીંગ સેલ પકડતી હોય તો સ્થાનિક તંત્ર કઈ રીતે વહીવટ ચલાવતું હોય એ ચર્ચાનો વિષય તાલુકામાં એન્ટર થવા માટે વિવિધ રસ્તા ઉપર ચેકપોસ્ટ આવેલી છે. ચેકપોસ્ટ પાસે શું ઉઘરાણું ચાલતું હશે..?

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: