Satya Tv News

UPનાં કાનપુરમાં 22 મેનાં રોજ એક ચોંકાવનારી દુ:ખદ ઘટના બની છે. એક 10 વર્ષનાં છોકરાએ 3 વર્ષની બાળકીનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન એક મહિલા ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આ દ્રશ્ય જોઈ છોકરા પર ચીસો પાડવા લાગી. તેથી છોકરો બાળકીને જમીન પર પટકીને ભાગી ગયો. ઘાયલ થયેલી છોકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ઈલાજ દરમિયાન તે મૃત્યુ પામી. આરોપ છે કે આ છોકરાએ દિવ્યાંગ બાળકી સહિત 3 નાની બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું છે.

આ ઘટના બાદ છોકરાનાં પરિવારજનોએ પહેલા તેની ઉંમર 7 વર્ષની જણાવી પરંતુ તપાસ બાદ ખબર પડી કે તેની ઉંમર 10 વર્ષની છે. પોલીસે આ છોકરાને બાળસુધાર ગૃહમાં મોકલી દીધો છે. આરોપ છે કે આ છોકરાએ પહેલા પણ આવું કૃત્ય અન્ય 3 બાળકીઓ સાથે કર્યું છે.

જે બાળકીનું મોત થયું તેને 22 તારીખે આ છોકરો પોતાની સાઈકલ પર બેસાડીને એક નાળાનાં કાંઠા પર લઈ ગયો હતો જ્યાં તેણે રેપ કરવાનાં પ્રયાસો કર્યાં. ત્યારે અચાનક એક મહિલાએ જોઈ લીધું. મહિલાની ચીસોથી છોકરો બાળકીને જમીન પર પટકીને ભાગી ગયો.

વિસ્તારનાં લોકોએ કહ્યું કે 10 વર્ષનાં આ બાળકે આ પહેલા પર પોતાના એક સંબંધીની બાળકી સાથે પણ આવી હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં તેના થોડા દિવસ બાદ એક દિવ્યાંગ બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું હતું. આવી રીતે અત્યાર સુધી વિસ્તારની 3 બાળકીઓ સાથે આવું વ્યવહાર કરી ચૂક્યો છે.

છોકરાનું મેડિકલ ટેસ્ટિંગ કરાવ્યાં બાદ તેને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યું છે. બાળકીનો પોસ્ટમાર્ટમ કરવામાં આવી રહ્યો છે. ‘ એટલું જ નહી માતાએ તો ડોક્ટર પર પણ આરોપ મૂક્યો છે કે તેની બાળકીનું મોત 2 દિવસ પહેલા જ થઈ ગયું હતું પરંતુ કોઈએ જણાવ્યું નહીં.

error: