પંજાબના અમૃતસર શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે જેમાં રેપનો ભોગ બનેલી એક સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. તેની સાથે રેપ થયો હતો જેને પરિણામે તે ગર્ભવતી થઈ હતી.
સગીરાના પિતાનું કહેવું છે તે તેમની છોકરીએ જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે તેની સાથે રેપ થયો હોવાની ખબર પડી હતી આ ઘટનાથી સૌ કોઈ હેરાન છે.
વાસ્તવમાં પેટમાં દુખાવાના કારણે બાળકીને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તે માતા બનવાની છે. આજે એક 12 વર્ષની બાળકીએ હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો.
બાળકને જન્મ આપનાર સગીરાએ પૂછપરછ દરમિયાન એક દિવસ તે જ્યારે કુદરતી હાજત માટે બહાર ગઈ હતી ત્યારે કોઈએ તેની સાથે ખોટું કામ કર્યુ હતું જેને કારણે તેની સાથે આવું થયું હતું.