Satya Tv News

વાગરા કછીપુરા ગામે ઉંટોના મોતનો મામલો

ONGC ઘટના મામલે આપ્યો રદિયો

ઊંટો મોત મામલે તેલ જવાબદાર નહિ – ONGC

વાગરા તાલુકાના કછીપુરા ગામમાં તાજેતરમાં ઊંટોના કમનસીબ મૃત્યુની ઘટનામાં ONGCએ મૃત્યુ પાછળ તેલનું પ્રદુષણ જવાબદાર હોવાની વાતને રદિયો આપ્યો હતો.

ONGC દ્વારા એક નિવેદન જારી કરાયું છે કે કછીપુરા વિસ્તારમાં ઓઇલ લીકેજની કમનસીબ ઘટનાઓને કારણે ઉપચારાત્મક પગલાં યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

આ ઘટના સામે આવ્યા બાદ ઓએનજીસી પર્યાવરણ ઇજનેરોની બનેલી આંતરિક તપાસ ટીમની રચના કરી હતી અને વિગતવાર તપાસ હાથ ધરી હતી. તેમના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, ઊંટના મોં અને શરીર પર તેલના કોઈ નિશાન જોવા મળ્યા નહોતા.ઊંટના મૃતદેહો પાસે વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા હતા જે દર્શાવે છે કે ઉંટોના મૃતદેહોને કેટલાક વાહનોમાં લાવવામાં આવ્યા હશે અને અપરાધીઓ દ્વારા ONGC કૂવા સ્થળો પાસે અજાણ્યા હેતુઓ સાથે મૂકવામાં આવ્યા હશે. ઊંટોના કમનસીબ મૃત્યુનો ઓઈલ લીકેજ સાથે કોઈ સંબંધ નથી અને દેખીતી રીતે મૃતદેહને ગુપ્ત હેતુથી રાખવામાં આવ્યો હતો.

ઈંટોના કમનસીબ મૃત્યુનું સાચું કારણ જાણવા ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં રિપોર્ટ અપેક્ષિત છે.ઓએનજીસીએ વધુમાં ઉમેર્યું હતુ કે તેઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય વહીવટી એજન્સીઓને તપાસ દરમ્યાન તમામ સહકાર આપી ઘટના પાછળનું સત્ય બહાર લાવવા મદદરૂપ બનશે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: