
ખેડાના ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. 15 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
- ખેડાના ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ
 - ફોર્મોસા સિંથેટીક્સ નામની ફેકટરીમાં લાગી આગ
 - 15 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે
 
અમદાવાદ-વડોદરા હાઈવે પર ખેડાનાં ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફોર્મોસા સિંથેટીક્સ નામક આ ફેક્ટરીમાં આગ લાગતાં 15 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે.નડિયાદ, ખેડા, બારેજા, અસલાલી, ધોળકા, અમદાવાદના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોટસર્કિટથી આગ વાગ્યાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.