Satya Tv News

નવી સંસદનું ઉદ્ઘાટન સમયે પ્રદર્શન પર બેઠેલા કુસ્તીબાજોએ જંતર-મંતરથી નવી સંસદ સુધી કૂચ કરી હતી જેમાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને આ પછી ભારે હોબાળો થયો હતો. ચાલો જાણીએ છેલ્લી 24 કલાકમાં શું થયું..

  • બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો વિરુદ્ધ કેસ
  • કુસ્તીબાજો પર સુરક્ષા કર્મચારીઓ સાથે છેડછાડ કરવા, હુલ્લડ કરવાનો આરોપ 
  • ચાલો જાણીએ છેલ્લી 24 કલાકમાં જંતર-મંતર પર શું થયું

દિલ્હી પોલીસે છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અન્ય કુસ્તીબાજો પર સુરક્ષા કર્મચારીઓ સાથે છેડછાડ કરવા, હુલ્લડ કરવા અને ફરજ પરના જાહેર સેવકના કામમાં અવરોધ લાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 

હવે વાત એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હતું એ સમયે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ રવિવારે જંતર-મંતરથી નવી સંસદ સુધી કૂચ કરી હતી. આ પછી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારે હોબાળો થયો હતો. ચાલો જાણીએ છેલ્લી 24 કલાકમાં શું થયું.. 

આ હંગામા બાદ દિલ્હી પોલીસે જંતર-મંતરને ખાલી કરાવ્યું, જ્યાં એક મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. પોલીસનું કહેવું છે કે હવે કુસ્તીબાજોને ત્યાં ફરી પાછા જવા દેવામાં આવશે નહીં. આ સાથે જ પોલીસે એમ પણ જણાવ્યું કે દિલ્હીમાંથી 700 લોકોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ જંતર-મંતરથી ત્રણ કુસ્તીબાજો સહિત 109ને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

નોંધનીય વાત એ છે કે સાંજે જ વિનેશ ફોગટ, સાક્ષી મલિક સહિત તમામ મહિલા વિરોધીઓને મુક્ત કરવામાં આવી હતી. જંતર-મંતર ખાલી કર્યા બાદ ત્યાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. 

કુસ્તીબાજોએ રવિવારે જંતર-મંતરથી નવા સંસદ ભવન સુધી કૂચની જાહેરાત કરી હતી. આ સાથે કુસ્તીબાજોએ સંસદની બહાર જ મહિલા મહાપંચાયત બોલાવી હતી. જોકે, પોલીસે તેમને આ માટે પરવાનગી આપી ન હતી. આ સાથે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 

જ્યારે તેઓએ નવા સંસદ ભવનથી ત્રણ કિલોમીટર દૂર જંતર-મંતરથી કૂચ શરૂ કરી ત્યારે પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોગાટ બહેનો અને સાક્ષી મલિકે સુરક્ષા ઘેરાને તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ પોલીસે કુસ્તીબાજોને કસ્ટડીમાં લઈને બસોમાં અલગ-અલગ જગ્યાએ લઈ ગયા. આ પછી પોલીસે ગાદલા, ટેન્ટ અને કુલર, પંખા હટાવીને જંતર-મંતર ખાલી કર્યું હતું. 

એમના જણાવ્યા અનુસાર વિરોધીઓએ વારંવારની વિનંતીઓ અને ચેતવણીઓને અવગણી હતી અને તેમને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. તેમણે કહ્યું કે રવિવારનો દિવસ દેશ માટે મહત્વનો દિવસ હતો કારણ કે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન થવાનું હતું અને જંતર-મંતર ખાતે પ્રદશનકારીઓ ચેતવણીઓ અને વારંવાર વિનંતીઓ છતાં વિરોધ સ્થળ પરથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કુસ્તીબાજોએ અત્યંત બેજવાબદાર વલણ દાખવ્યું હતું.

સાથે જ પોલીસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે હવે કુસ્તીબાજોને જંતર-મંતર પર ધરણા પર બેસવા દેવામાં આવશે નહીં. 

error: