Satya Tv News

ઝાલોદ જિલ્લાના લીમડીના રહેવાસી અને હાલ પલસાણા તાલુકાના કારેલી ગામે રાહી રેસીડેન્સી બહાર ખુલ્લી જગ્યામાં પડાવમાં રહેતા દંપતી રાજુ રમેશ પટેલ અને પત્ની રમીલા પડાવમાં રહી છૂટક મજુરી કરી પોતાનું જીવન ચલાવતા હતા .ગત શનિવારે તેઓ રાબેતા મુજબ રસ્તાની બાજુમાં સુતા હતા.

ત્યારે મોડી રાતે એકાએક તેમના પતિની બૂમ સાંભળતા તેઓ ઉઠી હતા જોયું તો તેમનાથી દૂર તેમના પતિ રોડ પર પડ્યા હતા અને એક અજાણ્યો વાહન ચાલક ગાડી રિવર્સ લઈ ભાગી છૂટ્યો હતો રમીલાબેને બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

​​રાજુપટેલને પેટના ભાગથી અજાણ્યા વાહનનું ટાયર ફરી જવાના કારણે આંતરિક ઇજાઓના કારણે તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ ઘટના અંગે રમીલાને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકના ગુનો નોંધાવ્યો હતો. આમ બેફામ દોડતા વાહનો વધુ એકવાર જીવલેણ બન્યા હતા.

error: