Satya Tv News

સુરત: શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબ્બે લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલવાડી તાપી નદીના પાળા પાસેથી સવારે 11 વાગ્યે બાવળની ઝાડીમાંથી યુવતીની લાશ મળી હતી.

શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબ્બે લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલવાડી તાપી નદીના પાળા પાસેથી સવારે 11 વાગ્યે બાવળની ઝાડીમાંથી યુવતીની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવતીની ઉમર 25 વર્ષ હોવાનુ જાણવા મળી રહ્યું છે. યુવતીના શરીર પર ઈજાના નિશાન નથી જોવા મળ્યા.મૃતક યુવતીની ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

હજી તો મૃતક યુવતીની હત્યા કે આત્મહત્યાનો ભેદ નહોતો ઉકેલાયો તેવામાં 200 મીટરના અંતરે વધુ એક યુવકની લાશ મળતા ચોક બજાર પોલીસ દોડતી થઇ હતી. બબ્બે લાશ મળતા પોલીસ માટે તપાસનો વિષય છે. આખરે હત્યા કે આત્મહત્યા અંગેનું સસ્પેન્સ યથાવત છે. બંને ડેડ બોડી પી.એમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પીએમ બાદ સાચી હકીકતો સામે આવશે.

error: