Satya Tv News

વડદલા નજીક બાળકી સાથે રંગે હાથ ઝડપાયેલાને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો..

બાળકીને બદઇરાદે લઈ જનાર ને ઝડપી લોકોએ નબીપુર પોલીસને હવાલે કર્યો.

ભરૂચ ના નેશનલ હાઈવે પર આવેલ નર્મદા ચોકડી નજીક એક ખાનગી કંપની માં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની માસુમ બાળકીને એક ટામેટાની લારીવાળો ન નજીકમાં ઝાડી ઝાંખરાઓમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરી રહ્યો હોવાના નજરે ન લોકોએ ઝડપી લઇ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર એક શ્રમજીવી પરિવારનું ઝુંપડું આવેલું છે અને તેમાં રહેલી એક માસુમ બાળકીને નજીકમાં જ ટામેટાવાળા એ પોતાની લારી મૂકી માસુમ બાળકીને ચોકલેટની લાલચ આપી તેને નજીક ની ઝાડી ઝાખરામાં લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતા કેટલાક જાગૃત લોકોની નજર પડી હતી અને આ જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ ચાલુ રાખી ટામેટા વાળો બાળકીને જ્યાં લઈ ગયો હતો તે અવાવરું જગ્યા ઉપર પહોંચ્યા હતા. જ્યાં ટામેટાવાળો માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા સાથે બદકર્મ કરવાના પ્રયાસો કરી રહ્યો હતો. આ સમગ્ર કૃત્ય જાગૃત નાગરિકોના મોબાઇલમાં કેદ થયું હતું .જેના પગલે જાગૃત નાગરિકોએ તેને ઝડપી લઈ મેથીપાક ચખાડ્યો હતો.
માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય થાય તે પહેલા જાગૃત નાગરિકો પહોંચી ગયા હતા અને નરાધમને ઝડપી પાડી લાફા વાળી કરી હતી અને તે દરમિયાન જાગૃત નરાધમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે ઝડપાઈ ગયો હતો અને નરાધમને લોકોએ ઝાડ સાથે બાંધી નબીપુર પોલીસને જાણ કરી હતી . પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી હતી.ઝડપાયેલો નરાધામ પરપ્રાંતિય હોવાના કારણે આવા નરાધમોને શોધવા માટે પોલીસે કાર્યવાહી કરવાની પણ લોકમાંગ ઉઠી રહી છે.

error: