Satya Tv News

જંબુસરના રસ્તા પર ગેરકાયદેસર દબાણ
રસ્તામાં દીકરીઓની છેડતીના બનાવ
વણકર ફળિયાના રહેવાસીઓ થયા પરેશાન
વણકરસમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન

જંબુસર ના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં રસ્તા પર ગેરકાયદેસર દબાણ.દબાણ કરી ધમકી આપતા હોવાની ફરિયાદ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

જંબુસર ના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં જવા આવવાના રસ્તા ઉપર ગોહિલ સમાજના કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણો કરી જવા આવવા માટે અડચણ ઊભી કરી હોવા સાથે ધમકી આપતા હોવાની ફરિયાદ સાથે છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.જંબુસર ના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં જવા આવવાના રસ્તા ઉપર ગોહિલ સમાજના કેટલાક અસામાજિક તત્વોએ પોતાના મકાનો છોડીને જાહેર જગ્યા ઉપર દબાણો કરી વર્ષો પુરાણાં પીવાના પાણીનો કુવો, રસ્તો કબજે કરી લીધો હોવા અંગેના આક્ષેપો સાથે છપ્પન છત્રીસ બાણુ ગામ, વણકર સમાજ પ્રગતિ મંડળ ના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ની આગેવાની જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં વધુમાં જણાવાયું છે કે આ રસ્તા ની આજુબાજુ આ તત્વો પોતાના ઢોર ધાખડ બાંધી તથા ઉકરડા નાખી ગંદકી ફેલાવી અને જાહેર રસ્તા ઉપર પોતાના ખેતીના સાધનો, ટ્રેક્ટર, ગાડા મૂકી અડચણ ઉભી કરેલ છે. જેથી મોહલ્લામાં જવા આવવામાં ખુબજ અડચણરુપ થાય છે ઉપરાંત રસ્તામાં ઉભા રહીબહેન દીકરીઓ પર ખોટી અને ખરાબ દાનત રાખી તેમની છેડતીના પણ બનાવો બને છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તે પૂર્વે આ બનાવવાળી જગ્યાની સત્વરે તપાસ કરી મોહલ્લામાં આવવા જવાના માર્ગનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: