જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ. સ્થાનિક લોકો, CRPF અને SDRFએ ઘટનાસ્થળે લોકોને બચાવ્યા.
બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. તેમાં 75 મુસાફરો સવાર હતા. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ગંભીર રીતે ઘાયલોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોની સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.
ઘટના અંગે માહિતી આપતા જમ્મુના ડીસીએ જણાવ્યું કે બસ ઊંડી ખીણમાં પડી જવાથી 10 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.
સીઆરપીએફ, એસડીઆરએફ અને સ્થાનિક લોકો ઘાયલોની મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 10ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે.
અકસ્માત પાછળનું મુખ્ય કારણ હજુ જાણવા મળ્યું નથી. ત્યારે બસમાં કુલ મુસાફરોની સંખ્યા 75 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. કેટલાક મુસાફરો બસની નીચે પણ દટાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીઆરપીએફ ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે અકસ્માતની માહિતી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતનું કારણ બસની બ્રેક ફેઈલ હોવાનું કહેવાય છે. બ્રેક ફેલ થતાં બસે સંતુલન ગુમાવ્યું અને ઝઝર કોટલી પુલ પરથી નીચે પડી. સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અશોક ચૌધરીએ જણાવ્યું કે, કટરા જતી વખતે યાત્રીઓ રસ્તો ભટકીને અહીં પહોંચી ગયા હશે. આ અકસ્માતમાં બચાવ કાર્ય માટે ક્રેન લાવવામાં આવી રહી છે. જેથી જાણી શકાય કે બસની નીચે કોઈ ફસાયું નથી.
બસની નીચે લોકો ફસાયા હોવાની આશંકાઓને કારણે ઘટનાસ્થળે ક્રેન પણ બોલાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તમામ મૃતકો એક જ પરિવારના છે અને અમૃતસરના ફતેહગઢ ચુડિયા રોડના રહેવાસી છે. તેઓ ઘરેથી પુત્રના મુંડન માટે વૈષ્ણોદેવીના દર્શન માટે નીકળ્યા હતા. ઘટના બાદ મૃતકના પરિજનો જમ્મુ જવા રવાના થઈ ગયા છે.
બસ નીચે પડતાં જ પલટી મારી ગઈ હતી.
સ્થાનિક લોકોએ બસને કાપીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.
મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ 700 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિક લોકોની મદદથી દોરડાની મદદથી 29 લોકોને બચાવી લેવાયા હતા. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.