ભરૂચ LCBએ ઝડપ્યો કુખ્યાત બુટલેગર
વાલિયા તાલુકાથી ઝડપાયો બુટલેગર
બે બુટલેગરના ઘરેથી વિદેશી દારૂ
કુલ ૨૦૦નો મુદ્દામાલ કરી કબજે
ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના બે અલગ અલગ સ્થળોએથી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના હીરાપોર ગામના ટેકરી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મલો રવિયા વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૧૨૦૦નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર મહેન્દ્ર વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે પોલીસે આવી જ રીતે બાતમીના આધારે વાલિયા તાલુકાના રૂંધા ગામના લીમડી ફળિયામાં રહેતો બુટલેગર અજય જીવણ વસાવા પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૨૦૦નો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા