Satya Tv News

3 મિત્રો લગ્નની ખરીદી કરવા ગયા રજપીલા
મોવી નજીક યાલ ગામ પાસે નડ્યો અકસ્માત
અક્સ્માત નાં પગલે યુવાન નું મોત
સ્ટે.ઉપર કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ

નર્મદા જિલ્લામાં ત્રણ મિત્રો લગ્નની ખરીદી કરવા માટે સાંજે રાજપીલા જતાં મોવી નજીક યાલ ગામ પાસે ગાડી સ્લીપ થઈ જતાં એક નું મોત નિપજ્યું હતું,

YouTube player

નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા નાં પારસી ટેકરા ફળિયામાં રહેતા વિજેન્દ્ર દિનેશ વસાવા નિવાલ્દા ગામે ગોપાલ એજન્સીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, જે તારીખ ૨૬ મે ના રોજ વિજેન્દ્ર દિનેશ વસાવા, પ્રિયાશ ગીરીષ વસાવા તેમજ દિપક અર્જુન વસાવા ગામ માં લગ્ન પ્રસંગ હોવાથી લગ્ન અંગે ની ખરીદી કરવા માટે સાંજે સાડા ચારેક વાગ્યે બજાજ કંપનીની પલ્સર મોટર સાઇકલ નંબર-GJ-22-N-9006 ની લઇને ડેડીયાપાડા પારસી ટેકરા ફળીયા થી રાજપીપળા ખાતે જવા માટે નિકળેલા હતા, અને તે વખતે મોટર સાઇકલ દિપક વસાવા ચલાવી રહીયો હતો, અને વિજેન્દ્ર વસાવા વચ્ચે બેઠો હતો અને તેની પાછળ તેઓ નો મિત્ર પ્રિયાશ વસાવા બેઠો હતો. ત્યારે મોવી ગામ નજીક યાલ ગામનો પુલ પુરો થતા વળાંક માં ચાલક દીપક વસાવા થી મોટર સાયકલ ની સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ રોડ સ્લીપ થઈ જતા ત્રણેવ જણા રોડ ઉપર ફંગોડાઇ ગયા હતા.મોટર સાયકલ ની પાછળ બેસેલ પ્રિયાંશ વસાવા રોડ ઉપર પાડવા થી તેને જમણા પગ મા ચામડી ફાટી ગયેલી હતી અને જમણી કમરનાં ભાગે ચામડી છોલાય ગયેલી હતી અને ભાનમાં બોલતો ચાલતો હતો, ત્યારે રાહદારીઓ ભેગા થઈ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી 108 દ્વારા પ્રિયાંશ વસાવા ને ડેડીયાપાડા સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયેલા હતા, અને ડેડીયાપાડા સરકારી દવાખામાં પ્રાથમીક સારવાર કરી તેને માથાના ભાગે ગેબી ઈજાઓ થવા ના કારણે તેને વધુ સારવાર માટે રાજપીપળા ખાતે રીફર કરવા માં આવ્યો હતો રાજપીપળા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન પ્રિયાંશ વસાવા મોત નિપજ્યું હતું સમગ્ર ઘટની નેત્રંગ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરવા માં આવી છે

વિડિઓ જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: