ભરૂચ પાલિકાના સૂચિત વેરા વધારાના વિરોધમાં આવેલ વાંધા અરજીનો મામલો, સૂચિત વેરા વધારો રદ કરવા માટોપ બેન્ડ:
ભરૂચ પા.ના સૂચિત વેરા વધારાના વિરોધ
સમિતિના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવાયું
સૂચિત વેરા વધારો રદ કરવા માંગ
વેરો વધારો રદ નહિ થાય તો આંદોલતલન કરશે
એક મહિનાની મુદ્દત આપી અરજીઓ મંગાવી
ભરૂચ નગરપાલિકાના સુચિત વેરા વધારા સામે લોકો તરફથી મળેલી અંદાજિત 3000 વાંધા અરજીઓ અને સિગનેચર બેનર વિપક્ષ દ્વારા પાલિકા ચીફ ઓફિસર અને કારોબારી અઘ્યક્ષને સમર્પિત કરી સૂચિત વેરા વધારો રદ કરવાની માંગ કરવામાં આવી હતી.કારોબારી અધ્યક્ષે વિપક્ષ ખોટી રીતે લોકોને ભરમાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો..
ભરૃચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા ના વિરોધમાં લોકો માં વ્યાપક નારાજગી જોવા મળી છે .જેનો જીવતો જાગતો પુરાવો ઢગલાબંધ મળેલ વાંધા અરજી છે .અંદાજિત 3000 જેટલી વાંધા અરજી અને સિગ્નેચર કંપેઇન બેનર સાથે વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સભ્ય ઇબ્રાહિમ કલકલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર સાથી કાર્યકરો સાથે પાલિકા કચેરી ખાતે પોહચી સૂત્રોચ્ચાર કરી સૂચિત વેરા વધારાનો વિરોધ સામે દર્શાવ્યો હતો.વિપક્ષ ના આવેદનપત્ર માં જણાવાયું છે કે જનહિતાર્થે વિપક્ષે માત્ર ભરૂચની જનતાનો અવાજ બનીને પાલિકા માં રજુઆત કરી છે.
વિપક્ષ તરીકે ના રાજકીય દ્રેશભાવ, નફા-નુકસાન જોયા વગર માત્ર પ્રજાના હિતમાં સૂચિત વેરા વધારો રદ કરવા ની માંગ કરવામાં આવી છે.છેલ્લા એક મહિના માં અંદાજિત 3000 વાંધા અરજીઓ રજુ થઈ છે.સંયુક્ત વાંધા અરજી તેમજ માર્કેટ એસોસિયેશન,શોપિંગ સેન્ટરના દુકાનદારોની પણ વાંધા અરજી આવેલ છે.જો નગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નો,વ્યથાને ધ્યાનમાં રાખી પ્રજાહિતમાં સૂચિત વેરો વધારો રદ કરવામાં તહિ આવે તો વિપક્ષ ઉગ્ર આંદોલતલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.પાલિકા દ્વારા એક મહિના ની મુદ્દત આપી શહેરીજનો પાસેથી સૂચિત વેરા વધારા સામે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી ત્યારે હવે પાલિકા સત્તાધીશો આ મુદ્દે જનતા લક્ષી વિપક્ષ ની માંગ ને માને છે કે કેમ તે જોવું રહ્યું.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ